•             …….નમણી આંખો…….

Advertisements

માં…..માં……

માં…માં….

શું છે આ માં?

શું છે એનો અર્થ?

શું કોઈ લેખક તારી ખરી વ્યાખ્યા કરી શકે માં?

શું કોઈ મહાન વ્યક્તિ પણ તારું નજરાણું આપી શકે માં?

માં…માતા…માતૃ…જનની…જનેતા…કેટલાય શબ્દો તારા માટે લખાયેલા છે માં…પણ શું ખરેખર એ શબ્દો તારી વ્યાખ્યા આપી શકે છે માં?

માં તારા ચરણો ના જોયા તો એ થી મોટું સ્વર્ગ પણ મેં શું જોયું માં?

માં તારી સેવા ના કરી તો એના થી મોટું કાર્ય પણ શું કર્યું મેં માં?

માં તારો પ્રેમ…તારી સ્નેહ…તારો વ્હાલ…આ પણ ના મેળવ્યું તો મેં કઈ અનમોલ દૌલત મેળવી છે માં?

હું એક સંતાન……!!

આજે માં તારી ઉપમા માટે કંઈક કહેવા ઇચ્છું છું…

જે મારી બીમારી માં તું બીમાર થઇ ને મને સાજો કરતી હતી…

જે મારી ભૂખે તું ભૂખી રહી ને મને જમાડતી હતી…

જે મારા નાના નાના સ્વપ્નો બાળપણ ના પૂર્ણ કરવા માટે તું તારી યુવાની ના ખરા સ્વપ્નો નો હસતા હસતા ત્યાગ કરતી હતી…

અને..

અને…

મારુ સ્વરૂપ મોટું કરવા માટે તે તારું સ્વરૂપ નાનું કરી નાખ્યું…

માં તારા ઉપકારો નું ઋણ હું કાયા જન્મ માં અને કઈ રીતે વાળીશ…

કહેવાય છે કે એક વાર પરમાત્મા તમારા થી નારાજ થાય ને તો વાંધો નહિ પણ માં ને ક્યારેય દુઃખી ના કરતા નહિ તો પરમાત્મા પણ ક્યારેય માફ નહિ કરે…

અરે જેના ચરણો માં સ્વયં પરમાત્મા પણ નમે છે એની વ્યાખ્યા શાને કરવી…!!

આવી રીતે તો માં તો પરમાત્મા કરતા પણ ઊંચા કહેવાય…

શું સમય આવ્યો છે…

સમય બદલાઈ ગયો છે…

એક સમય હતો જયારે 4 બાય 4 ના ઘર માં આખો પરિવાર સાથે રહેતો હતો…અને હવે તો સંતાનો ને જ 4 બેડરૂમ ના ઘર મા માં ને રાખતા જ તકલીફ થાય છે…

માં ને તો ઘર ની કામવાળી બનાવી છે…

માં ની સેવા કરવાને બદલે માં પાસે સેવા કરાવે છે આજ ની સંતાન…

વાહ રે સંતાન…વાહ…

જેના ચરણો ધોઈ ને પીવો આખું જીવન તો પણ એનું ઋણ ના ચૂકવી શકો…

અરે જેને તમારા જન્મ માટે કેટલા કષ્ઠ ભોગવ્યા…

એ શાના માટે…આજ નો દિવસ જોવા માટે?

ઘરડી માતા ને તમે પોતાના આરામ માટે વૃદ્ધાશ્રમ માં મૂકી આવો છો… જાણે કે એ કોઈ પારકી વસ્તુ છે જેનો સમય આવતા એને ઘર ની બહાર કાઢી ને ફેંકી દીધી…

અરે જેને સંતાન બરોબર જોઈ શકે એના માટે એ આંધળી થઇ ગઈ…

સંતાન દુનિયામાં બરોબર ચાલી શકે એ માટે પોતે લૂલી થઇ ગઈ…

એનો આવો અંત કરવાનો…

શું આ દિવસ જોવા માટે માં સંતાન ને જન્મ આપે છે…આના માટે મોટો કરે છે…

કદાચ એ ભૂલે છે કે જે આજે એની માં સાથે કરે છે એ કાલે નિશ્ચય થી એની સાથે થવાનું છે જ…

અને આખી દુનિયા નો દસ્તૂર છે કે જયારે કઈ વાગે છે કે કઈ કષ્ઠ પડે છે તો મોઢા માંથી પણ માં જ નીકળે છે….

એક સલાહ…

માં ની આંખ ના આંસુ લૂછી ના શકો તો કઈ નહિ પણ કચાસ વિના પ્રયત્ન કરજો કે એની આંખ ના આંસુ નું કારણ તમે ના બનો…નહિ તો ભયંકર કહેર વરસી પડશે…

કહેવત છે ને કે…

“માં તે માં…બીજા બધા વગડા ના વા…”

“દુનિયા નું શ્રેષ્ઠ સુખ જોયું કે ના જોયું પણ માં ના ચહેરા નું સ્મિત જોજો એ પણ જે તમને જોઈ ને આવતું હોય…સૌથી અનમોલ રત્ન છે એ સ્મિત…”

બીજું તો હવે શું કહું…ખુબ ભાવુક થઇ જવાય છે…

આ બધું એ જ સમજી શકે છે જે પોતાની માં થી દૂર રહેતા હોય અથવા માં ને ગુમાવી ચુક્યા હોય…

પણ જેની પાસે હમણાં પણ એમની માં સાથે છે…મારા માટે એ આખા વિશ્વ ની સૌથી ધનિક વ્યક્તિ છે…

નવી વાત…નવી શરૂઆત…

શું કહીયે આજ ના સમય નું,

કોઈ લેખક પાસે જઇયે તો નવું જાણવા મળે,

કોઈ વડીલ પાસે જઇયે તો નવું જાણવા મળે,

સંબંધો ની વાત કરીયે તો કેટલુંય જાણવા મળે,

વાત એ છે ક સાચું શું?

શું છે આ સંબંધ?

શું કામ આપણે સંબંધો બાંધીએ છીયે એક બીજા સાથે?

શું સ્વાર્થ રહેલો છે સંબંધો માં?

લખવા જાઓ તો કોઈ અંત નથી આવતો આ બધી વાત નો,

ખરેખર સંબંધોને શેની ભૂખ છે?

શા માટે લોકો એક બીજા ની પાછળ ભાગે છે?

શા માટે લોકો એક બીજા ને ચાહે છે?

સાહિત્યો વાંચવા બેસીએ તો જે વાતો નો ક્યારેય અંત ના આવે એટલી વાતો જાણવા મળે,

હું કોઈ લેખક નથી.

નથી હું કોઈ બ્લોગ લખવા વાળો!

હું એ છું જેને રોજ જિંદગી નવું ને નવું લખાવે છે..

તો જાણવા જતા કંઈક એવું લાગે છે કે માણસો કેમ સંબંધો બાંધે છે?

અને બાંધે છે તો કઈ રીતે સાચવે છે?

શું છે એનો જવાબ?

હું કહું?…..સાચું કહું?…..થોડુંક અનુભવીને અને થોડુંક વિના  અનુભવ થી કહું?…..

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

એ છે માત્ર ને માત્ર સર્વત્ર વ્યાપેલો…

.

.

.

પ્રેમ..

કાલે કંઈક નવું લખીશ..

કદાચ કોઈને વાંચવું ગમે..કદાચ કોઈને ના પણ ગમે..

અને મેં તો લખ્યું છે મારી માતૃભાષા માં..

એટલે કદાચ વાંચવા વાળા પણ ઓછા મળે..

પણ જો ગમે તો મને પસંદ કરજો જેથી હું થોડું વધારે લખી શકું..

LET ME MOTIVATE MYSELF

HELLO GUYS! MY NAME IS NISARG DESAI, AND I M UPDATING MYSELf AS A NEW COMER OR I SHOULD SAY THAT I M A TRAINY BLOG WRITER.LET ME THANK WORDPRESS TO GIVE A CHANCE TO ME TO WRITE A BLOG ON YOUR SITE.NOW A DAYS I M THINKING THAT I HAVE TO WRITE SOMETHING NEW TO MOTIVATE MYSELF AS A BLOG WRITER.I LL MAKE SURE THAT I LL MAKE A CRAZE FOR TREADERS TO READ MY BLOGS ON WORDPRESS.THANKING YOY TO SHOWING ME AN AMBITIOUS​ DREAM.